Apna malak ma bagdana dham chhe આપણા મલકમાં બગદાણા ધામ છે Bhajan lyrics in gujarati

આપણા મલકમાં બગદાણા ધામ છે,
બગદાણા ગામ બાપા બજરંગનું ધામ છે.
જાતરાયું કરવા જાય માનવીયો,
બજરંગ દાસજી ના દેશ માં રે...


રૂડો રળિયામણો બાપાનો દેશ છે,
ગોપનાથ પાલીતાણા તીરથ વિશેષ છે.
એ તીરથનો લ્હાવો લઈએ માનવીયો,
બજરંગ દાસજી ના દેશ માં રે...


બાપા નાં દેશમાં ભાવેણું શહેર છે,
ભાવેણા માથે માં ખોડલ ની મેર છે.
રજપરે રાત હાલો રહીયે માનવીયો,
બજરંગ દાસજી નાં દેશ માં રે...


બાપાના દેશ માં સંતો નો વાસ છે,
સંતો નો વાસ ત્યાં દેવોનો વાસ છે,
એ ધરતી ની ધૂળ શિર લઈએ માનવીયો,
બજરંગ દાસજી ના દેશ માં રે...


બંડીવાળો બાપો હજરા હજુર છે,
ભક્તિ નો ભાવ એની તપસ્યા ભરપૂર છે.
આપ કહે આશિષ લઈએ,
બજરંગ દાસજી નાં દેશ માં રે...
Apna malak ma bagdana dham chhe આપણા મલકમાં બગદાણા ધામ છે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati