Saybo re govaliyo maro saybo re govaliyo સાંયબો રે ગોવાળીયો મારો સાંયબો રે ગોવાળીયો lyrics in gujarati
સાયબો રે ગોવાળીયો મારો સાયબો રે ગોવાળીયો
હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધા ની જોડલી
સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો
હું ડુગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી
સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ
ચાંદલો
હું ચકોરી વનરાવન ની નિરખું વાલીળા ને નેણથી
સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી
મેહુલો
હું વાદળ ની વીજળી રે મારા વાલમ હારે શોભતી
સાયબો મીઠો મોરલો રે મારો સાયબો મીઠો મોરલો
હું ઢળકતી ઢેલડી રે મારા વાલમ હારે ગહેકતી
સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો
હું મોંઘી મરજાદ વાલીડા ના સંગમા હુતો શોભતી
સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો
હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે

Comments
Post a Comment