saheli hu to vari re vari akhand var ne vari સાહેલી હુ તો વરી રે વરી અખંડ વરને વરી Bhajan lyrics in gujarati
એ સાહેલી હં તો વરી રે વરી અખંડ વર ને વરી...
ભવ રે સાગરમાં મહા દુ:ખ પામી હરી,
લખચોરાસી રે ફરી,
એ સાહેલી હં તો...
સંસાર સર્વે વાલા ભયંકર કાળો હરી,
એને દેખી હં તો થરથરી,
એ સાહેલી હં તો...
કુટુંબ કબીલા ભાઇ સ્વાર્થ સર્વે હરી,
હું તોપરપંથ ને પરહરી,
એ સાહેલી હં તો...
જન્મ ધરી મેં સંતાપ વેઠ્યા હરી
ઘર નો ધંગો કરી.
એ સાહેલી હું તો...
સતસંગ માં હું તો મહાસુખ પામી હરી,
બેઠી છું ઠેકાણે ઠરી,
એ સાહેલી હં તો...
સતગુરૂજી ની પૂર્ણ ક્રુપા થી હરી
ભવસાગર ગઇ તરી,
એ સાહેલી હું તો...
બાંઇ મીરાં કહે વાલા ગીરીધરનાં ગુણ હરી
સંત નાં ચરણે જઇ પડી,
એ સાહેલી હું તો..

Comments
Post a Comment