Ajara Kai jariya na jay અજરા કાંઈ જરીયા ન જાય Bhajan Lyrics in gujarati

અજરા કાંઈ જરિયા ના જાય,
એ જી વીરા મારા ! અજરા કાંઈ
જરિયા ના જાય
તમે થોડે રે થોડે સાધ પિયો હો જી..

તન ઘોડો મન અસવાર
હે જી વીરા મારા ! તન ઘોડો મન છે અસવાર
તમે જરણાના જિન ધરો હો જી..

શીલ બરછી સત હથિયાર
હે જી વીરા મારા ! શીલ બરછી
સત હથિયાર
તમે માંયલાસે યુદ્ધ કરો હો જી..

કળિયુગ છે કાંટા કેરી વાળ વીરા મારા ! કળિયુગ છે
કાંટા કેરી વાળ
તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી..

ચડવું કાંઈ મેરુ ને આસમાન
હે જી વીરા મારા ! ચડવું કાંઈ મેરુ ને આસમાન
એમાં આડા અવળા વાંક ઘણા હો જી..

બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ
હે જી વીરા મારા ! બોલિયા કાંઈ
ધ્રુવ ને પ્રહલાદ
અજંપાના તમે જાપ જપો હો જી..

Ajara Kai jariya na jay અજરા કાંઈ જરીયા ન જાય Bhajan Lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati