Kathan chot chhe kal ni re કઠણ ચોટ છે કાળની રે Bhajan lyrics in gujarati
કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર
કંઈક રાણાને કંઈક રાજીયા,છોડી હાલ્યા સંસાર રે
હેતે હરિરસ પીજીએ.
ભરતા ધુમાડાને બાચકા રે, હાથ આવે ન કાંઈ,
રંગ પતંગનો ઊડી જશે જેમ આકડાનુ તૂર રે
હેતે હરિરસ પીજીએ.
માળી વેડે ફૂલવાડીઓ રે, કળી કરે છે વિચાર
આજની ઘડી રળિયામણી, કાલે આપણે શિરઘાત રે
હેતે હરિરસ પીજીએ.
કોનાં છોરું ને કોનાં વાછરું રે, કોના મા ને બાપ
અંતે જાવું પ્રાણી એકલા હાંરે પુણ્ય ને પાપ રે
હેતે હરિરસ પીજીએ.
દુર્લભ દેહને જાણીએ રે જાતાં લાગે ન વાર
હું આને મારું મિથ્યા કરી રહો સ્વપ્ન જેવો સંસાર રે
હેતે હરિરસ પીજીએ.
દાસ ધીરો રમે રંગમાં રમે દિવસ ને રાત રે
ગુરુએ મારગ દેખાડ્યો લીધો સાધુનો સંગાથ રે
હેતે હરિરસ પીજીએ.

Comments
Post a Comment