Ler gagan ma lagi re mane sadguru malya લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા Bhajan lyrics in gujarati

લેર ગગન મા લાગી રે
મને સદગુરુ મળ્યા
આપુ રે ત્યાગી મેતો જોયુ રે જાગી રે...
મને સદગુરુ મળ્યા.

ઘટડા મા જ્યોતુ હવે જાગી રે.
મને સુમીરન કરતા મને સામા રે મળ્યા
સંત બડા સુહાગી રે ...
મને સદગુરુ મળ્યા.

પુરણ કમાણી મારી સુરતા સમાણી
નામ ની નોબત વાગી રે...
મને સદગુરુ મળ્યા.

ગલી ને બજારે સંતો હુવા અજવાળા
દીન ઉગ્યો ને રૈન ભાંગી રે...
મને સદગુરુ મળ્યા.

ઈ રે અજવાળે મેતો અલખ ને વધાવ્યા
નિરભે નિશાને રહી જાગી રે...
મને સદગુરુ મળ્યા.

દાસ બળદેવ ને ગુરુ સવારામ મળયા
ભવ ની ભાવટ મારી ભાંગી રે...
મને સદગુરુ મળ્યા.
Ler gagan ma lagi re mane sadguru malya લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati