Sachu re bolo ne mara shyam re સાચું રે બોલોને મારા શ્યામ રે Bhajan lyrics in gujarati

સાચું રે બોલોને મારા શ્યામ રે કાનુડા,
મોરલી રે વાળા મારા કાનજી...

જુઠડાં ના બોલો મારા શ્યામ રે કાનુડા,
મોરલી રે વાળા મારા કાનજી...

કઇં રે રાણી એ તમને ભોળવીયાને રે,
વળી કઇં રે મળીતીં કામણગારી રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે,

રાણી રે રાધાજીએ અમને ભોળવીયા ને રે,
ઓલી કુબજા મળીતી કામણગારી રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે,

તમારે કારણીયે મેં તો ઘરબાર મેલ્યા ને,
વળી છોડ્યો આ સઘળો સંસાર રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે

તમારા વિનાં મારો આતમ તલમેં રે,
આવી તલખે મારી સુંદર કાયા રે,
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે,

મીરાંબાઇ ગાવે વાલા ગીરીધરનાં ગુણ,
એવા વર તો શામળીયાને વરીયે રે.
મોરલી રે વાળા મારા કાનજી...
સાચું રે બોલોને મારા શ્યામ રે,
Sachu re bolo ne mara shyam re સાચું રે બોલોને મારા શ્યામ રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati