Sayan meto pakdi ambaliya ni dal re સાંયા મેંતો પકડી આંબલીયા ની ડાળ રે Bhajan lyrics in gujarati
સાંયા મેં તો પકડી આંબલિયાની ડાળ રે.
જંગલ બીચ મેં ખડી હો જી......
સરોવર કાંઠે બેઠો એક બગલો
હંસલો જાણીને કર્યો મેં સંગ રે
મોઢામાં લીધેલ માછલી હો જી.....
સાંયા મેં તો પકડી.....
ઊડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,
બાયુ મારો પિયુડો ગિયો પરદેશ રે,
કુરુકે મારી આંખડી હો જી......
સાંયા મેં તો પકડી.....
બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,
બાયું મારો શામળિયો રૂડો ભરથાર રે,
બીજા રે વરની આંખડી હો જી......
સાંયા મેં તો પકડી.....
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા
શરણું રાખો મારા શ્યામ રે,
ભજન કરીએ ભાવથી હો જી.......
સાંયા મેં તો પકડી.....

Comments
Post a Comment