Sudamo ji kanuda ne keshe re bhai bandhi mari.. સુદામો જી કાનુડાને એવું કહેશે રે ભાઈબંધી મારી Bhajan lyrics in gujarati
સુદામો જી કાનુડાને એવું કહે છે રે ,
ભાઇબંધી મારી ભૂલમાં રે જી
પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા.
ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં રે,
બાળકો રેનાનાં ધૂળમાં રે જી
સુદામોજી.......
સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ,
વા'લા તારે સવારે ઊઠીને,નિત ખાવા ચોળેલ ચૂરમા રે
ભાઇબંધી મારી ભૂલમાં રે જી
સુદામોજી.......
એક રે ઘડીએ આપણે,જુદાં નોતાં પડતાં રે,
આ તો જુગોજુગ ના વિતી ગયા વાણા રે,
સામું ન જોયું તેં શામળા રે જી
સુદામોજી.......
‘પીંગળશી’ કહે પ્રભુ, ઉઠો હવે બધી આળસ ઉડાડી,
લંગોટીયા ભેરુની ખબરું લેવા રે,
કરમી તું પાક્યો કુળમાં રે જી
સુદામોજી.......

Comments
Post a Comment