Karile ne bandgi aa pal jave re કરીલે ને બંદગી આ પલ જાવે રે Bhajan lyrics in gujarati
આ પલ જાવે રે, કરી લેને બંદગી...
ગઈ પલ ફેર નહીં આવે રે,
કરી લે ને બંદગી..
આ પલ જાવે રે....
કરો મન ગ્યાના, ધરી લેને ધ્યાના ;
મૂરખા મૃગજળ દેખી ક્યું લલચાવે
આ પલ જાવે રે, કરી લેને બંદગી...
શિરને માથે છે વેરી, લીધો તું ને ઘેરી ;
સૂતાં બંદા નીંદરા તુંને કેમ આવે રે...
આ પલ જાવે રે, કરી લેને બંદગી...
એક દિન મરના હૈ, ધોખા નવ ધરના,
મુખમેં રામનામ કેમ ભૂલાવે રે..
આ પલ જાવે રે, કરી લેને બંદગી...
કહે છે કલ્યાણ'સાબ, સતગુરુ શરણે,
આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે
આ પલ જાવે રે, કરી લેને બંદગી..

Comments
Post a Comment