Pap taru Parkash jadeja પાપ તારુ પરકાશ જાડેજા Bhajan lyrics in gujarati

પાપ તારું પરકાશ જાડેજા, 
ધરમ તારો સંભાળ રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
એમ તોરલ કહે છે જી,
પાપ તારું પરકાશ........

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી
વાળી ગોંદરેથી ગાય રે
બહેન ભાણેજાં મારિયાં, તોરાંદે રે
એમ જેસલ કહે છે જી
પાપ તારું પરકાશ........

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી
પાદર લૂંટી પાણિયાર રે
વનના મોરલા મારિયા, તોરાંદે રે
એમ જેસલ કહે છે જી
પાપ તારું પરકાશ........

ફોડી સરોવર પાળ, તોળી રાણી
ફોડી સરોવર પાળ રે
વન કેરા મૃગલા મારિયા તોરાંદે રે
એમ જેસલ કહે છે જી
પાપ તારું પરકાશ........

લૂંટી કુંવારી જાન, તોળી રાણી
લૂંટી કુંવારી જાન રે
સતવીસું મોડબંધા મારિયા, તોરાંદે રે
એમ જેસલ કહે છે જી,
પાપ તારું પરકાશ........

હરણ હર્યાં લખચાર, તોળી રાણી
હરણ હર્યાં લખચાર રે
એવાં કરમ તો મેં કર્યાં, તોરાંદે રે
એમ જેસલ કહે છે જી
પાપ તારું પરકાશ........

જેટલા મથેજા વાળ, તોરી રાણી
જેટલા મથેજા વાળ રે
એટલા કુકરમ મેં કર્યાં, તોરાંદે રે
એમ જેસલ કહે છે જી
પાપ તારું પરકાશ........

પુણ્ય પાપ ઠેલાય, જાડેજા
પુણ્ય પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
એમ તોરલ કહે છે જી
પાપ તારું પરકાશ........

બોલ્યા જેસલ રાય તોરંદે
આવુ બોલ્યા જેસલ રાય રે
તમે તર્યા ને અમને તારજો તોરાંદે રે
એમ જેસલ કહે છે જી,
પાપ તારું પરકાશ........
Pap taru Parkash jadeja પાપ તારુ પરકાશ જાડેજા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati