Eva arti re tane Vela avjo એવા આરતી રે તાણે વેલા આવજો Bhajan lyrics in gujarati
હે એવા આરતીને ટાણે રે વે'લા આવજો,
હે આવજો આવજો અજમલનાં કુંવર રે..
રણુજાનાં રાજા,
ધૂપને રે ધુમાડે વે'લા આવજો..
હે એવા માતા મીનળ તે કાગળ મોકલે,
હે સગુણાબેની જુએ તમારી વાટ રે..
રણુજાનાં રાજા,
ધૂપને રે ધુમાડે વે'લા આવજો..
હે એવા પિતા અજમલજી કાગળ મોકલે,
હે વિરમદેવજી જુએ તમારી વાટ રે..
રણુજાનાં રાજા,
ધૂપને રે ધુમાડે વે'લા આવજો..
હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે.
રણુજાનાં રાજા,
ધૂપને રે ધુમાડે વે'લા આવજો.

Comments
Post a Comment