Mari Mamta mare nahi enu mare shu re karvu મારી મમતા મરે મહીં એનું મારે શું રે કરવુ Bhajan lyrics in gujarati

મારી મમતા મરે નહીં એનું મારે શું રે કરવું,
 વાલીડો છે દીનનો દયાળ,
મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે,
 થિર નહીં થાણે રે લગાર...
મમતા મરે નહી એનું મારે શું રે કરવું...

જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું, 
પેર્યો મેં તો ભગવો રે ભેખ,
એટલા જોગે રે મારું મન થિર હૈં,
 જોવો મારે જોગેસરનો દેશ...
મમતા મરે નહી એનું મારે શું રે કરવું...

એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું,
 સંતો ! મારે ધનનો નહીં પાર રે
એટલા ધને મારું મન થિર નો થિયું 
લૂંટયો મેં સઘળો સંસાર રે....
મમતા મરે નહી એનું મારે શું રે કરવું...

ગુરુ મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું,
 સંતો ભણ્યો વેદ ને પુરાણ રે
એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું,
 કીધા મેં પેટને માટે પાપ રે...
મમતા મરે નહી એનું મારે શું રે કરવું...

એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું,
 કીધો મે તો મધદરિયે વાસ રે,
એટલા જળે મારું મન થિર નો થિયું,
 લાગી મને કાંઈ સુવાંર્તુની આશ રે...
મમતા મરે નહીં એનું મારે શું રે કરવું...

મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ચાકડે, 
થિર નહીં થાણે રે લગાર
કાજી રે મામદશાની વીનતી,
 સુણો તમે સંતસુજાણ, 
સુણી લેજો ગરીબ નિવાજ...
મમતા મરે નહી એનું મારે શું રે કરવું...
Mari Mamta mare nahi enu mare shu re karvu મારી મમતા મરે મહીં એનું મારે શું રે કરવુ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati