Sonalma abh kapali bhaju tune bheliyavaliસોનલમા આભ કંટાળી ભજુ તુને ભેળીયાવાળી Lyrics in gujarati

એજી સોનલમાં આભ કપાળી ,
ભજુ તુને ભેળીયા વાળી

હા ચારણના સત છુટવા લાગ્યા ,
પાપે કર્યો છે પેસાર
એ જાગતી જોત્યુ મઢડા ટીંબે,
 આઈ ઉગી પ્રભાત
એ ઉગમણા ઓરડા વાળી ,
ભજુ તુને ભેળીયા વાળી...


હા મઢડે જેદી નોતર્યા માડી ,
ચારણો લાખમલાખ
એ રજ ઉડી તેદી ભાણઢંકાણા 
સુરજ પુરે સાખ
એ વિહોતર નાત ઉજાળી 
ભજુ તુને ભેળીયા વાળી...


હા જુનાણે ચારણ નોતર્યા માડી,
 બાળ ભણે ભલી ભાત
એ અજીયા બાબને કીધા અને માડી,
 એજ મોટી અખીયાત
એ પોતાવર પાળવા વાળી,
 ભજુ તુને ભેળીયાવાળી...


હા પાળીયા તે બહુ પ્રેમથી સોનલ,
 કોઈ નો પાળે ‘કાગ’
એ સાદ સુણી અને ધોગ્ય ભુજાળી,
 મઢડા વાળી માત
એ પોતાના બીરદ સંભારી,
 ભજુ તુને ભેળીયા વાળી...

Sonalma abh kapali bhaju tune bheliyavaliસોનલમા આભ કંટાળી ભજુ તુને ભેળીયાવાળી Lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati