Kutchh ma anjar ruda shaher chhe કચ્છમાં અંજાર રુડાં શહેર Bhajan lyrics in gujarati

કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે ..
ઇયાં જેસલના હોય રંગમોલ રાજ...
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે.

સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે,
ઇયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ,
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે.

સરખી સૈયર લેશું સાથમાં હોજી રે..
રમશું રઢિયાળી આખી રાત રાજ...
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે.

પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે.
પળમાં જો જો ના તૂટી જાય રાજ,
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે..

Kutchh ma anjar ruda shaher chhe કચ્છમાં અંજાર રુડાં શહેર Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati