vachan viveki re je nar ne nari panbai વચન વિવેકી રે જે નર ને નારી પાનબાઈ Bhajan lyrics in gujarati

વચન વિવેકી રે 
જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાય ..

યથારથ વચનની ,
શાન જેણે જાણીને
કરવું પડે નહી બીજું કાંઇ
વચન વિવેકી ....

વચનમાં સમજે એને, 
મહાસુખ ઊપજે ને
ગત રે ગંગાજી કહેવાય
એક મન થ‌ઈને જો
 અલખને આરાધે તો
પ્રભુજી પ્રસન્ન એને થાય
વચન વિવેકી ....

વચન સ્થાપન અને,
 વચને ઉત્થાપન પાનબાઇ
વચને મંડાય પ્રભુના પાટ
વચનના પુરા એ તો
 નહી રે અધૂરાને
કરવા વચન વાળાનો સંગ
વચન વિવેકી ....

વસ્તુ વચનમાં,
 છે પરિપૂરણ પાનબાઇ
વચન છે ભક્તિ કેરું અંગ
"ગંગાસતી" રે એમ બોલીયા ને રે
કરજો વચન વાળાનો વિશ્વાસ
વચન વિવેકી ....
vachan viveki re je nar ne nari panbai વચન વિવેકી રે જે નર ને નારી પાનબાઈ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati