ugya Suraj Bhan nav khand ma hua jan ઉગ્યા સૂરજ ભાણ નવખંડમા હુઆ જાણ Bhajan lyrics in gujarati

ઊગ્યા સૂરજ ભાણ, નવે ખંડમાં હુઆ જાણ
ગતને ગંગાજી મળીયા, કરે છે પ્રણામ રામ

ગાયોના કંઠેથી ગાડાં છૂટયાં બ્રાભણ વાંચે વેદ રામ
વેદિયા તું વેદ ભૂલ્યો, ન જાણ્યો કોઇ ભેદ રામ
ઊગ્યા સૂરજ ભાણ .…....

મોઢેથી મીઠું બોલે, જેની વતોમાં વહેમ ન ડોલે
પાંજરામાં જેમ પોપટ બોલે, રામ સીતા રામ રામ
ઊગ્યા સૂરજ ભાણ .…....

વખાણે પોતાનું આપ, સાધુ સંતને દે સંતાપ
પુન્ય કર્યુ હોય તે પ્રગટ બોલે, પરપઠ હાલે પાપ રામ
ઊગ્યા સૂરજ ભાણ .….....

આપે છે કોડીનું દાન, દાખવે મેરૂ સમાન
ઊંચે ચડી રાહ જુએ છે, હજુ એ કેમ ન આવ્યા વિમાન
ઊગ્યા સૂરજ ભાણ .........

માયા છે મોટેરો ખોફ એમાં, દેવને શું દેવા દોષ
એમ બોલ્યા "ઇસર બારોટ", જમડા સાથે થીયો રોષ
ઊગ્યા સૂરજ ભાણ .….....
ugya Suraj Bhan nav khand ma hua jan ઉગ્યા સૂરજ ભાણ નવખંડમા હુઆ જાણ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati