Vatalda Vira ho pardeshi Vira ho Bhajan lyrics...વાટલડા વીરા હો પરદેશી વીરા...Bhajan lyrics in gujarati

વાટલડા વીરા હો,પરદેશી વીરા હો
તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે...


સાવરે સોનાનો તારો સુરજ ઉગ્યો,
હો તારે ચડવા તે ઘોડો હંસલો
પરદેશી વીરા.....
 હો તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે...
વાટલડા વીરા રે...


માત રે પિતાને તારા કુટુંબ કબીલા,
તે તો સર્વે થી તોડ્યો નાતો રે
પરદેશી વીરા.....
 હો તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે...
વાટલડા વીરા રે...


ઊંચી રે મેડી ને ઊંચા એના કાંગરા,
એને ચડવી ઉતરવી લાગે દોયલી
પરદેશી વીરા.....
 હો તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે...
વાટલડા વીરા રે...


બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,
મીરા ને મારગ મળ્યો છે ઘણો વેલો રે...
પરદેશી વીરા.....
 હો તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે...


વાટલડા વીરા હો,પરદેશી વીરા હો
તારી ઉમર ઘણી ને દન થોડા રે
હો તારી ઉમર ઘણી ને દન થોડા રે...
Vatalda Vira ho pardeshi Vira ho Bhajan lyrics...વાટલડા વીરા હો પરદેશી વીરા...Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati