soi vat koi Jane javerla suxam ved sunavu mere data સોઈ વાત કોઈ જાણે ઝવેરલા સૂક્ષ્મ વેદ સુણાવુ મેરે દાતા Bhajan lyrics in gujarati
સોઇ વાત કોઇ જાણે ઝવેરલા
સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા
સદગુરૂ રામને રીઝાવું રે જી.............
મન પવનનો મુળો બાંધી
અગમ ખડકીએ આવું રે જી
ખરી ખબરથી ખોજું ખાવિંદને
એ પર લગની લગાવું.. મેરે દાતા
સદગુરૂ રામને રીઝાવું રે જી.............
મૂળ કમલને મધ્યમાં લાવું
ઉન મુન ધ્યાન લગાવું રે જી
ઇ અટકળથી જપું અજંપા
શ્વાસોચ્છવાસ સમાવું.. મેરે દાતા
સદગુરૂ રામને રીઝાવું રે જી.............
ચડી સુરતા ચડી ગગન પર
અનહદ નાદ બજાવું રે જી
ઝળ હળ જ્યોતિ જાગી ઝરૂખે
સૂતી બ્રહ્મ શહેર જગાવું મેરે દાતા
સદગુરૂ રામને રીઝાવું રે જી.............
આવન જાવન કા મીટયા અંતરા
ઔર પરવાના પાવું રે જી
"મેરામ સાહેબ" સદગુરૂ ચરણે
નવી નકલમાં ન આવું મેરે દાતા
સદગુરૂ રામને રીઝાવું રે જી.............

Comments
Post a Comment