van vagda na vanjara વન વગડાના વણજારા Bhajan lyrics in gujarati

વન વગડાના વણજારા
કાળી રાતનો માથે છે માંડવો
મારગ છે નોંધારા ગગનના તારા 
 ગગનના તારા રે
વન વગડાના વણજારા......


કંટક કેડી ખેડીને તારે,
 જાવું દૂરને દેશ
મળે નહી તને જરીયે વિસામો
 વિખરાયેલા વેશ
તારી ખેપમાં તેં બાંધ્યાતાં
 પાપ પુણ્યના ભારા ગગનના તારા
ગગનના તારા રે
વન વગડાના વણજારા......


તારે પંથે જુઓને પત્થર
 ઠેલે ઠેલા ખાય
સુખ દુઃખના એ અમથા ઓળા
 આવે તેવા જાય
તરસ્યા તન મન મૃગ જળ દેખી, 
તારે અંગે બળે છે અંગારા ગગનના તારા 
ગગનના તારા રે
વન વગડાના વણજારા......


કુંડી કાયા ઊપર જુઓને
 જામે ધૂળના ગોટા
કઇક પરબના પાણી પીતો, 
ફૂટી જતા પરપોટા
આ આવ્યો ધરતીના છેડા, 
તને કોણ કરે અણસારા ગગનના તારા
ગગનના તારા રે
વન વગડાના વણજારા......
van vagda na vanjara વન વગડાના વણજારા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati