sonla vatakdi ne rupla kangasadi સોનલા વાટકડીને રૂપાલા કાંગસડી Bhajan lyrics in gujarati

સોનલા વાટકડીને રૂપલા કાંગસડી,
 બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી

હાથ પગ ચાળે એનાં ઘરની અસતરી,
 માતાજી નિહાળે વાહાના મોર રે ભરથરી

મોર રે નિહાળતા એનું હૈયું ભરાયું,
 નેણલે આસુડાંની ધારું રે ભરથરી

નહી રે વાદલડીને નહી રે વિજલડી,
 આ ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરથરી

આવી રે કાયા તારા બાપની જ હતી જોને,
 એરે કાયાના મરતૂક આવ્યા રે ભરથરી

કહો તો માતાજી અમે દ્વવારિકામાં જઇએ જો, દ્વવારિકાની છાપુ લઇ આવું રે ભરથરી

કહો તો માતાજી અમે હિંગળાજ જઇએ જો, હિંગળાજના ઘૂમરા લઇ આવું રે ભરથરી

કહો તો માતાજી અમે કાશીએ જઇએ જો, 
કાશીની કાવડું લઇ આવું રે ભરથરી

કહો તો માતાજી અમે જોગીડા થઇએ જો,
 કહો તો લઇએ રે ભગવા ભેખ રે ભરથરી

બાર બાર વરસ બેટા રાજ પાટ ભોગવો, 
તેરમે વરસે રે લેજો ભેખ રે ભરથરી

બાર બાર વરસ માતાજી કે ણે નવ જોયા જો,
 અમે આજે જ લેશું ભગવો ભેખ રે ભરથરી

દેશ રે જાજા દિકરા પરદેશ જાજો, 
પણ એક રે ન જાજો બેની બાના દેશ રે ભરથરી

આંબલિયાની ડાળે અને સરોવરની પાળે, 
આજ ઊતરી છે જોગીની જ્માતું રે ભરથરી

નણદલની દીકરી એનું સોનલબાઇ નામ જો,
 સરખી સાહેલી પાણીડા હાલી રે ભરથરી

કહો તો ભાભીજી તમારો વીરાજી દેખાડું,
 કહોતા દેખાડું બાલુડો જોગી રે ભરથરી

સાચું રે બોલશો તો સોનબા સોનલે મઢાવું, 
જુઠું રે બોલશો તો જીભડી કાપું રે ભરથરી

હાલાને દેરાણી તમે હાલોને જેઠાણી,
 જોગીની જ્માતું જોવાને જાઇએ રે ભરથરી

થાળ રે ભરી સગ મોતિડે લીધો જો ને,
 વીરને વધાવા બેનીબા હાલ્યા રે ભરથરી

વીરને જોઇને બેનીબા રહ રહ રાવે, 
મારા તે વીરો જોગી થયા રે ભરથરી

કહો તો વીરાજી તમારી પાલખી મગાવું,
 કહો તો અપાવું પાછા રાજ રે ભરથરી

ન ધન રહે, ન જોબન રહે, ન રહે ગામ કે ઠામ,
 તુલસી જગમેં જસ રહે, કર દે કીસીકા કામ

માટે રાજરે ન જોઇએ બેની માટે પાલખી ન જોઇએ,
 મારે કરમે લખ્યા રે ભગવા ભેખ રે ભરથરી

સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, 
બાલુડો જોગી નાવા બેઠા રે ભરથરી.

sonla vatakdi ne rupla kangasadi સોનલા વાટકડીને રૂપાલા કાંગસડી Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati