chhu puchho chho mujne ke hun chhu Karu chhu છું પૂછો છો મુજને હું છું કરું છું Bhajan lyrics in gujarati

શું પુછો છો મુજને કે હું શું કરું છું
મને જયાં ગમે ત્યાં હજું છું ફરું છું

ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ
વિચારી વિચારીને,પગલાં ભરું છું
શું પુછો છો મુજને...................

કરે કોઈલાખો બુરાઈ છતાં હું
બુરાઈને બદલે ભલાઇ કરું છું
શું પુછો છો મુજને...................

નથી બીક કોઇની મને આ જગતમાં
ફકત એક મારા પ્રભુથી ડરું છું
શું પુછો છો મુજને....................

ચડી છે ખુમારી, મે પીધી પ્રેમ સુરા
ઘેલી રે બનીને, જગમાં હુ ફરુ છું
શું પુછો છો મુજને....................

છે સાધુ કવન, ભક્ત રે "સતાર"નું
કવિ જ્ઞાનીઓને, ચરણે ધરું છું
શું પુછો છો મુજને ....................

chhu puchho chho mujne ke hun chhu Karu chhu છું પૂછો છો મુજને હું છું કરું છું Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics..


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati