vage Bhajan na bhari bhadaka વાગે ભજનના ભારી ભડાકા Bhajan lyrics in gujarati
વાગે ભડાકા ભારી ભજનના
વાગે ભડાકા ભારી રે હો.. હો.. હો.. હો.. જી.
બાર બીજના ધણીને સમરું,
નકલંક નેજાધારી ભજનના
વાગે ભડાકા ભારી રે હો.. હો.. હો.. હો.. જી.
ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો,
પ્રહલાદ ઉગાર્યો પડકારી રે,
સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો,
હરિએ નહોર વધારી ભજનના
વાગે ભડાકા ભારી રે હો.. હો.. હો.. હો.. જી.
સતી રૂપાંદે સત રાખવા,
માળી બન્યાતા મુરારી રે,
માલે રૂપાના હેરણાં હેર્યા,
આરાધે મોજડી ઊતારી ભજનના
વાગે ભડાકા ભારી રે હો.. હો.. હો.. હો.. જી.
તોળી રાણીએ ત્રણ નર તાર્યા,
જેસલ ઘરની નારી રે,
સુધન્વાને બળતા ઠાર્યો,
કકડતાં તેલ જ ઠારી ભજનના
વાગે ભડાકા ભારી રે હો.. હો.. હો.. હો.. જી.
પળે પળે પી રામદેવને સમરૂ,
એ છે અલખ અવતારી રે,
હરિ ચરણે "ભાટી હરભુજી" બોલ્યા
ધણી ધાર્યો નેજાધારી ભજનના
વાગે ભડાકા ભારી રે હો.. હો.. હો.. હો.. જી.

Comments
Post a Comment