juvo bhai duniya jay Hali saune Maya Bahu Vali lyrics...જુઓ ભાઈ દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી Bhajan lyrics in gujarati

જુવો ભાઈ આ દુનિયા જાય હાલી 
 સૌને માયા બહુ વાલી
જુવો ભાઈ આ દુનિયા જાય હાલી 
 સૌને માયા બહુ વાલી


મરવા સુતો ત્યારે કર્યો મેળાવડો
સાસુ સસરો ને સાળી
પકડી જુબાન ત્યારે પુંછવા લાગ્યા
વાંહે પૈસા છેકે છો ખાલી
જુવો ભાઈ આ દુનિયા જાય...........


નથી ખાધી ને ન ખવરાવી
પ્રભુ પેટે નો આલી
રળી રળીને રાંકો બની ગયો
ડાટી છે કે ભોમાં ઘાલી
જુવો ભાઇ આ દુનિયા જાય............


સગવડ કરવા મળ્યાં સ્નેહીઓ
એને બાંધ્યો ઠાઠડી માં ઘાલી
રામ નો ભજ્યા વાંહે કર્યા રીયાડા 
કાઢ્યો નઇ એક પૈસો આલી
જુવો ભાઇ આ દુનિયા જાય.............


થાળી લોટો કે મળ્યું નહી છાલીયું,
 ખોખરી દુણી ઝાલી
લુખા લોટનો વાળ્યો લાડવો,
 પાણીમા રે પલાળી રે
જુવો ભાઇ આ દુનિયા જાય..............


ઘરની ત્રીયા ઘણું પોકારે
હું આ ઘરમાં નો માલી
ચાહું ઘરાગ કે કરાવો ચાંદલો
ખોટી સીદને થાવ ખાલી
જુવો ભાઇ આ દુનિયા જાય...............


મોટા કુળનું જોયું માથાહરૂં
ત્યારે હરખા ભરી હાલી
કટમી પાસે કીંમત કરાવી
એને નક્કી નાતરે આલી
જુવો ભાઇ આ દુનિયા જાય...............


માયા મૂકીને સૂતા મસાણે
મોટા કોટી ધ્વજને કંગાલી
દાસ સવો કહે તમે સાધુને સેવજો,
 સતગુરૂ ચરણ લ્યો ઝાલી
જુવો ભાઇ આ દુનિયા જાય.................
juvo bhai duniya jay Hali saune Maya Bahu Vali lyrics...જુઓ ભાઈ દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati