Jindagani hu gujaru Prem na vepar par lyrics...જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર Bhajan lyrics in gujarati

જિંદગાની હુ ગુજારુ પ્રેમના વેપાર પર
પ્રેમહૂંડી મે લખી છે સદગુરુ સરકાર પર
                           જિંદગાની............

 જીવ તન મન પ્રેમની કિમતમા મે અર્પણ કર્યા
હાંટની વસ્તુ નથી વેચાય જે કલદાર પર
                            જિંદગાની............

 પ્રેમપંથે ચાલવુ કે ખેલવું સહેલુ નથી
ખેલવું ખુલ્લા પગે જેમ ખાંડા કેરી ધાર પર
                             જિંદગાની............

 પ્રેમમાં જોયુ તપાસી કે માર . સાથે પ્યાર છે
પ્યાર જો આવી મળે તો કુરબાન એવા માર પર
                             જિંદગાની............

જીવતા જીવંત કાઢી મારી આશા રહી ગઈ
હવે ફૂલડા શાને ચડાવો ખાખનાં અંબાર પર
                             જિંદગાની............

 હુ નથી શાયર કવિ ના જાણુ પીંગલ કાયદા
દિલની ઉર્મિ એ લખી છે ગઝલ આ શૃંગાર પર
                              જિંદગાની............

પ્રેમના પાઠો ભણી સતાર શાહ શું શું લવે
હું દીવાનો થઈ ગયો છુ મારા યાર ના દીદાર પર
                              જિંદગાની.............
Jindagani hu gujaru Prem na vepar par lyrics...જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati