vijli ne chamkare motida parovo re panbai...વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ Bhajan lyrics in gujarati
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ
અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ
એકવીસ હજાર છસો ને કાળ ખાશે જી
વીજળીને ચમકારે મોતીડાં............................
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે'વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી
વીજળીને ચમકારે મોતીડાં............................
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લ્યો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી
વીજળીને ચમકારે મોતીડાં............................
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશ જી,
ગંગા રે સતી એમ બોલીયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી
વીજળીને ચમકારે મોતીડાં............................

Comments
Post a Comment