jago ne albela kana mor mukut dhari re Bhajan lyrics જાગો ને અલબેલા કાના મોર મુકુટ ધારી રે Bhajan lyrics in gujarati
જાગો ને અલબેલા કા'ના મોર મુકુટ ધારી રે,
જાગો ને અલબેલા કા'ના.......................
સહુ દુનિયા તો સૂતી જાગી,
પ્રભુ તમારી નિદ્રા ભારી રે
જાગો ને અલબેલા કા'ના.......................
ગોકુળ ગામની ગાયો છૂટી,
વણજ કરે વેપારી રે,
દાતણ કરો તમો આદે દેવા,
મુખ ધુઓ મોરારિ રે
જાગો ને અલબેલા કા'ના.......................
ભાતભાતનાં ભોજન બનાવ્યાં,
ભરી સુવર્ણ થાળી રે,
લવિંગ, સોપારી ને એલચી,
પ્રભુ પાનની બીડી વાળી રે
જાગો ને અલબેલા કા'ના.......................
પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ,
ખવડાવે વ્રજની નારી રે,
કંસની તમે વંશ કાઢી,
માસી પૂતના મારી રે
જાગો ને અલબેલા કા'ના.......................
પાતાળે જઈ કાળીનાગ નાથ્યો,
અવળી કરી અસવારી રે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હું છું દાસી તમારી રે
જાગો ને અલબેલા કા'ના.......................

Comments
Post a Comment