Jagat ma janam denari re Mari Mata ne tole koy na nave જગત માં જનમ દેનારી રે મારીમાતા ની તોલે કોઇ ના આવે Bhajan lyrics in gujarati
જનેતા ની તોલે કોઇ નાવે બીજી
લુખ્ખાં લાડ લડાવે
જગત માં જનમ દેનારી રે મારી
માતા ની તોલે કોઇ ના આવે ,
જગત માં જનમ દેનારી રે.......
આ કલયુગ માં ઔરમાન માતા
રામને રાજ કરાવે
પાચ વરસ ના બાળક ધ્રુવ ને
કળવાં વેણ સભળાવે
જગત માં જનમ દેનારી રે.......
સિનેમા રે મહાસેતાની
ખીસ્સા ખાલી કરાવે
ગાંડી ઘેલી માતા મારી
ગીત મધુરાં સભળાવે
જગત માં જનમ દેનારી રે........
મન મારૂ માને દર્શન કરાવા
નીત નવા ભોગ ધરાવે
પૈસા વગર પ્રસાદ માગુ તો
ધક્કો મારી ને ધમકાવે
જગત માં જનમ દેનારી રે.........
ગીતા ને રામાયણ ના
સેવા ના પાઠ સભળાવે
યાદ કરૂ ઉપકાર માંના તો
આંખે આંસૂડાં આવે
જગત માં જનમ દેનારી રે..........
એક માતા જનમ દેનારી
બીજી,ધરતી માત કહાવે
પુરસોતમ કહે પ્રભુ પ્રતાપે
અંતે સૌવ ને ગોદ માં સમાવે
જગત માં જનમ દેનારી રે..........
Comments
Post a Comment