હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય heji Mane zino zino nad sambhlay Bhajan lyrics in gujarati
હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે.....
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે.....
નયન થી નીરખતા ત્યાં તો
વાલો લાગે દૂર
ઓહમ સોહમ ના કીજીયે
એનું ગોતી લેજો નૂર
હે જી ઝીણી ઝીણી ઝાલર સંભળાય
ગુરૂજી મારા આવે છે.....
પ્રથમ ગુરુજીને વિનવું
વંદન કરું વારંવાર
મોહ બંધન થી મુક્ત કરી
ઉતારો ભવ જળ પાર
હવે અનહદ નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે.....
સેવા સદગુરુ દેવ ની
તન મનથી કરે કોઈ
દાસી જબુ કર જોડી વિનવે
આ અનુભવ ચક્ષુ કોઈ
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય
ગુરૂજી મારા આવે છે.....
હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે.....
Comments
Post a Comment