Ame nisarni bani ne duniya ma ubha re....અમે નિસરણી બનીને દુનિયામા ઉભા રે Bhajan lyrics in gujarati

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે
ચડનારા કોઈ ના મળ્યા હો....જી
અમે દાદરો બનીને ખીલા ખાધા રે
તપસ્યાના ફળ નો મળ્યા હો...જી

માથડા કપાવી અમે ઘંટીએ દળાણા રે
  ચૂલે ચડ્યાને પછી પીરસાણા રે
જમનારા કોઈ ના મળ્યા હો....જી

નામ રે બદલાવ્યા અમે પથિકોને કાજે રે
કેડો બનીને જુગ જુગ સૂતા રે
ચાલનારા કોઈ ના મળ્યા હો....જી

કુહાડે કપાણા અમે આગ્યુમા ઓરાણા રે
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા  કોઈ ના મળ્યા હો....જી

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી રે
ઘાઘરી પહેરીને પડમાં ઘૂમ્યા રે
જોનારા કોઈ ના મળ્યા હો....જી

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં રે
કરમાં લીધી છે વરમાળા રે 
મૂછાળા કોઈ ના મળ્યા હો...જી

"કાગ" બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે રે
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ ના મળ્યા હો...જી
Ame nisarni bani ne duniya ma ubha re....અમે નિસરણી બનીને દુનિયામા ઉભા રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics







Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati