Atlo sandesho mara guruji ne kejo.....આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો Bhajan lyrics in gujarati
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો
સેવકના રુદિયામાં રે'જો
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......
સેવાને સમરણ અમે કોના રે કરીએ..(૨)
તેનો આદેશ અમને દેજો,
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......
કાયાનું દેવળ અમને લાગે બહુ કાચુ..(૨)
તેની ભાળવણી અમને દેજો,
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......
કાયા પડશેને હંસો ક્યાં જઈ સમાવેશ..(૨)
એ ઘર બતલાવી અમને દેજો,
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......
તમે છો અમારાને અમે તો તમારા..(૨)
જન્મો જનમ ની ભક્તિ દેજો,
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......
બેઉ કર જોડી દાસ અંબારામ બોલ્યા..(૨)
મુક્તિનો મારગ અમને દેજો,
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો
સેવકના રુદિયામાં રે'જો
સંદેશો મારા ગુરુજીને કે'જો
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો......

Comments
Post a Comment