Jivan na Sur chale chhe ek tar Dil ma....જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં....Bhajan lyrics in gujarati


જીવનનાં સુર ચાલે છે
     એક તાર દિલમાં ,
ભક્તિ કરી રીઝાવું
     મારો છે પ્યાર દિલમાં.
                જીવનનાં સુર.......

મિથ્યા જગતને જાણું
      સત્ય બ્રહ્મ એક માનું ,
જોયું એ સાર જગમાં
     સાચો છે સારા દિલમાં.
                 જીવનનાં સુર.......

છે પ્રાણથી એ પ્યારો
      હું એનો એ છે મારો ,
માને ન માને કોઈ
      મારો છે યાર દિલમાં
                 જીવનનાં સુર........

નામી છતા અનામી છે
         વિશ્વ વ્યાપી વાલો ,
અજ્ઞાની ઓ શું જાણે
         રાખે વિકાર દિલમાં
                 જીવનનાં સુર........

અજ્ઞાન ઊંધ ત્યાગી
      જાગી ને જો જણાશે 
ખેલે અનેરા ખેલો
         એ યાદગાર દિલમાં.
                 જીવનનાં સુર........

કર બંધ બાહ્ય દ્રષ્ટિ
         અંતર તપાસ તારું ,
જખી ને જો જણાશે
       સાચો ચિતાર દિલમાં.
                   જીવનનાં સુર........

સત્ સેવા પ્રેમ ભક્તિ
            સત્તાર નીત યાચુ ,
મને એવા વિચાર દેજે
            પરમેશ્વર તું દિલમાં.
                     જીવનનાં સુર.........

જીવનનાં સુર ચાલે છે
     એક તાર દિલમાં ,
ભક્તિ કરી રીઝાવું
     મારો છે પ્યાર દિલમાં.
                જીવનનાં સુર.......
Jivan na Sur chale chhe ek tar Dil ma....જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં....Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati