Sona ne lage kyathi kat sansari manva...સોનાને લાગે ક્યાંથી કાટ...Bhajan lyrics in gujarati

સોનાને લાગે ક્યાંથી કાટ 
સંસારી મનવા સોનાને
           લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ
 સંસારી મનવા સોનાને
          લાગે ક્યાંથી કાટ

લોઢું આ કટાઈ જાય 
તાંબુ આ લીલુડું થાય
લોઢું આ કટાઈ જાય 
તાંબુ આ લીલુડું થાય
ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય
સોનાને કોઈ ના ઊચાટ સંસારી મનવા
                    સોનાને લાગે ક્યાંથી કાટ........

દુનિયાના દરિયાની આ 
ખારી હવામાં રાખું
દુનિયાના દરિયાની આ 
ખારી હવામાં રાખું
અંગે પાઉં અથવા કાદવ કીચડમાં નાખું
સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા
                     સોનાને લાગે ક્યાંથી કાટ........

સોનુ ના સડતું કોઈ દિ 
હલકી ધાતુને પગલે
સોનુ ના સડતું કોઈ દિ
 હલકી ધાતુને પગલે
સોનાનું સત ના બદલે 
સોનાની પત ના બદલે
બદલે ભલેને એનો ઘાટ સંસારી મનવા
                    સોનાને લાગે ક્યાંથી કાટ.........
Sona ne lage kyathi kat sansari manva...સોનાને લાગે ક્યાંથી કાટ...Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati