Atma ne olkhya Vina re bhav na fera nahi to mate re ji...આત્માને ઓળખ્યા વિના રે......Bhajan lyrics in gujarati
આત્માને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા નહિ તો મટે.. હોજી
ભ્રમણાને ભાંગ્યા વિના રે,
લખચોરાંશી નહીં તો મટે... હોજી
આત્માને ઓળખ્યા ...........
આ કોયલને કાગ રે,
એ તો રંગે રૂપે એક છે...હોજી
એ તો એની બોલી થકી ઓળખાય રે...
આત્માને ઓળખ્યા ...........
આ હંસલો ને બગલો રે,
રંગે રૂપે એક છે...હોજી
એ તો એના આહાર થકી ઓળખાય રે...
આત્માને ઓળખ્યા ...........
સતી નારીને ગુણિકા રે,
રંગે રૂપે એક છે... હોજી
સતી નારી એની સેવા થકી ઓળખાય રે...
આત્માને ઓળખ્યા ...........
આ ગુરુને પ્રતાપે રે,
મીંરાબાઈ બોલ્યા...હોજી
હે જી મારા સંતોનો અમરાપુરમાં વાસ રે...
આત્માને ઓળખ્યા ...........
આત્માને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા નહિ તો મટે.. હોજી
ભ્રમણાને ભાંગ્યા વિના રે,
લખચોરાંશી નહીં તો મટે... હોજી
આત્માને ઓળખ્યા ...........

Comments
Post a Comment