Svayamvar sadguruji na deshma re...સ્વયંવર સદગુરુજીના દેશમાં રે Bhajan lyrics in gujarati

સ્વયંવર સતગુરૂનાં દેશમાં 
પરણે શબ્દને સુરતા નાર,
મરજીવા હશે તે વીવા માણશે 
જેને મળ્યો હોય લક્ષ લગાર
                    સ્વયંવર...........

સુરતીનું સગપણ સતગુરૂજીએ કર્યુ રે,
ઉંચું કૂળ અવિનાશ,
સાકર વેંચાણી સાચા ભાવની,
જેને પીયુ રે મળ્યાની હોય પ્યાસ
                      સ્વયંવર...........

લગનીનાં લગન બંધાવીને રે,
 મોક્લ્યાં પંડીતપુરણાનંદ,
સત ના રસ્તે થઇને ચાલીયા, 
એકાએકી અસંગ;
                       સ્વયંવર...........

માંડવો નખાવ્યો ગુરૂએ મરમનો,
 થીરતાના રોપ્યા થંભ,
માયરૂં કરાવ્યું મન સંતોષનું, 
અવીચળ ચૂડો પેર્યોઅભંગ;
                        સ્વયંવર...........

ગુણ અવગુણના ગીત ગાયા રે, 
મળીયા મનુષ્ય અપાર,
ખારેકું હતી ખોટા કરમની, 
લઇ ગયા નીંદક નરને નાર; 
                        સ્વયંવર...........

સજન પુરૂષે સારા કરમની,
લીધી રે ખોબે ખોબે લાણ,
વાણી નીરમળ બોલે વૈખરી,
 સેવા ચુક્યા નહીસુજાણ; 
                          સ્વયંવર...........

જાન ગુમાવે તે હાલો જાનમાં,
આપું ખોયાની હોય આશ.
હું તું મારૂં હરદે નહીં, 
એવા ઓળાવા લેજો સાથ;
                           સ્વયંવર...........

અરધ ઉરધના ઘાટમાં રે, 
ખોલ્યો સુખમણાનો કપાટ,
ચન્દ્ર લગનથી ચડી શુનમાં,
ખેલે પુરૂષને પતનીચોપાટ; 
                             સ્વયંવર...........

શરત કરીને રમે સુંદરી રે, 
પાસા પડે જેના પોબાર,
હું હારૂ તો પીયુજીની પાસમાં,
 જીતુ તો મારા ભેગા રાખું ભરથાર; 
                             સ્વયંવર...........

અવિચળ પુરૂષને એમ વરી રે,
 સુરતા સુવાગણ નાર,
અમર મોડ મસ્તક ધરી, 
મંગળ વરતી છે ચાર;
                               સ્વયંવર...........

નીમક ની પુતળી નીરમાં રે, 
પાણી ભેળી પાણી થાય,
મૂળ વતનમાં મળી ગયાં,
 પોતે પોતામાં સમાય;
                                સ્વયંવર...........

વીવા વીત્યો મોડ થાંભલે રે,
કર્યો ઉલરડીનો ઉછેદ,
ખોટી કરતી'તી ખોટી ક્લ્પના,
પરણી પધાર્યા પોતાને દેશ; 
                                 સ્વયંવર...........

વરવણ કરીને વીવા તણો રે, 
ગુરૂ ગમથી જે ગાય,
દાસ સવો કહે સખી સેજની, 
સુરતા શબ્દમાં સમાય;
                                  સ્વયંવર...........
Svayamvar sadguruji na deshma re...સ્વયંવર સદગુરુજીના દેશમાં રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics




Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati