Bhitar no bheru Maro atmo khovano....ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાનો..Bhajan lyrics in gujarati
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે જનારા કોઈને જળ્યો હોય તો કે'જો
ભીતરનો ભેરુ.........
એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ ભાળ્યો હોય તો કે'જો...
ભીતરનો ભેરુ.........
તનડું રુધાયું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ દીઠયો હોય તો કે'જો
ભીતરનો ભેરુ.........
જનમો જન્મનો સાથી વસમી આ વાટમાં ને
કંઈ પેરી ગોતું એને ગોજારી આ રાતમાં
મારાતે મનડાંના વનનો મોરલો રીસાયો રે
આઘેરો ટહુકતો કોઈએ સુણ્યો હોય તો કે'જો
ભીતરનો ભેરુ.........
-: અવિનાશ વ્યાસ

Comments
Post a Comment