Koi koi nu nathi re ...કોઈ કોઈનુ નથી રે Bhajan lyrics in gujarati
કોઈ કોઈનું નથી રે,
કોઈ કોઈનું નથી રે,
નાહક મરીએ છે બધા મથી મથી રે,
કોઈ કોઈનું નથી રે......
મનથી માનું કે આ બધા છે મારા,
જાણી લે જીવલડા ના તારા કે મારા,
સ્વાર્થ વિના પ્રિતી કોઈ કરતુ નથી રે,
કોઈ કોઈનું નથી રે......
આ મારો દીકરો ને આ મારો બાપ છે,
આ મારી ઘરવાળી ને આ મારી માત છે,
હે, મૂવાની સંગાથે કોઈ જાતું નથી રે,
કોઈ કોઈનું નથી રે......
જગતમાં જનેતાએ જનમ તને દીધો
પાળી પોષીને મોટો તને કીધો,
પછી પરણીને માં સામે જોતો નથી રે.
કોઈ કોઈનું નથી રે......
કંઈક ગયાને કંઈક જવાના,
નથી કાયમ કોઈ અહીં રે રહેવાના,
ગયા એના કોઈ સમાચાર નથી રે,
કોઈ કોઈનું નથી રે......

Comments
Post a Comment