Praniya bhajile ne kirtar ato sapnu chhe sansar.....પ્રાણિયા ભજીલેને કિરતાર આતો સપનું છે સંસાર Bhajan lyrics in gujarati

પ્રાણિયા ભજી લે ને કિરતાર,
 આ તો સ્વપ્ન છે સંસાર(૨)

ધન દોલત ને માલ-ખજાના,
 પુત્ર અને પરિવાર, હે પ્રાણિયા
પુત્ર અને પરિવાર,
તે તો તજીને તું જઇશ એકલો,
 ખાઇશ જમનો માર 
પ્રાણિયા ભજી લે ને કિરતાર...........

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, 
ગોખ તણો નહીં પાર, પ્રાણિયા
ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ એનાં 
બાંધ્યાં રહ્યાં ઘરબાર 
પ્રાણિયા ભજી લે ને કિરતાર............

ઉપર ફરેરાં ફરફરે ને ,
 હેઠે શ્રીફળ ચાર
પ્રાણિયા હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, 
પછે વાંસે પડે પોકાર
પ્રાણિયા ભજી લે ને કિરતાર.............

સેજ-તળાયું વિના સૂતો નહિ,
 ને કરતો હુન્નર હજાર
પ્રાણિયા  કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો
જેમ લોઢું ગાળે લુહાર
પ્રાણિયા ભજી લે ને કિરતાર..............

સ્મશાન જઇને ચિતા ખડકી,
 ને માથે છે કાષ્ઠનો ભાર
પ્રાણિયા માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભા રહ્યાં, 
અને નિશ્ચય ઝરે અંગાર
પ્રાણિયા ભજી લે ને કિરતાર...............

સ્નાન કરીને ચાલી નીકળ્યાં,
 વળી નર ને નાર
પ્રાણિયા વળી નર ને નાર
ભોજો ભગત કે દશ દી રોઇને, 
પડતો મેલ્યો વિચાર 
પ્રાણિયા ભજી લે ને કિરતાર.................
Praniya bhajile ne kirtar ato sapnu chhe sansar.....પ્રાણિયા ભજીલેને કિરતાર આતો સપનું છે સંસાર Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati