Vidhi na lakhiya lekh lalate sacha thay....વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય..Bhajan lyrics iin gujarati
વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય
શ્રવણ કાવડ લઈને ફરતો,
સેવા માત-પિતાની કરતો,
તીરથે તીરથે ડગલા ભરતો
ચાલ્યો જાય જાય જાય.
વિધિના લખિયા લેખ...........
શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,
સેવા માત-પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા
શબ્દો થાય થાય થાય.
વિધિના લખિયા...........
દશરથ મૃગલો રમવાને આવે
શબ્દ સુણીને બાણ ચલાવે,
એ બાણે શ્રવણનો જીવ છોડી
ચાલ્યો જાય જાય જાય
વિધિના લખિયા...........
અંધ માત-પિતા ટળવળતા,
દીધો શ્રાપ જ મરતા-મરતા.
દશરથ પુત્ર વિયોગે મરતા
કરતા હાય હાય હાય.
વિધિના લખિયા...........
જ્યારે રામજી વન સંચરીયા
દશરથ પુત્ર વિયોગે મર્યા.
અમૃત કહે દુ:ખના દરિયા
ઉભરાય જાય જાય જાય
વિધિના લખિયા...........

Comments
Post a Comment