Jata ma gangaji atavani...જટામાં ગંગાજી અટવાણી Bhajan lyrics in gujarati
અંગે અભિમાનને આકાશેથી ઉતરી
પડતા ધોધમાર પાણી
જટામાં ગંગાજી અટવાણી...
અવર નથી સમ એના દિલમાં
જોગીડે મુજને જાણી,
એ જાણી રે જોગીડે મુજને જાણી,
ત્રિપુરારી નો ગર્વ ઉતારી
પાતાળે લઈ જાવ તાણી
જટામાં ગંગાજી અટવાણી...
અગમ અગોચર જટા વધારી
જુગેથી શકે નય કોઈ જાણી
ભગીરથ કારણે ઝીલ્યા શંભુએ
પડતા ગંગાના પાણી
જટામાં ગંગાજી અટવાણી...
વેગ દિલના વિરામના પામ્યા
ઘણા દિવસ અકળાણી
દરિયે જવાનોયે મારગ જડ્યો નય
મનમાં ખૂબ મુંઝાણી
જટામાં ગંગાજી અટવાણી...
સુણી વિનંતી ભગીરથ કેરી
પાડ્યું બિંદુ એક પાણી
એમાંથી ત્રણ ધારા પ્રગટી
ત્રિવેણી નામે ઓળખાતી
જટામાં ગંગાજી અટવાણી...
સૂર સરીએ શિવજીને વિનવ્યા
ગાય વિમલ વેદ વાણી
સામત શંકરે જટામાં રાખ્યા
કર્યા મુગટની રાણી
જટામાં ગંગાજી અટવાણી...

Comments
Post a Comment