Dholida dhol dhimo dhimo vagad na ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ ના Garba lyrics in gujarati
ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
રમઝટ કહેવાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના,
આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ
ગરબે ઘૂમતા માને કોઈથી પહોંચાય ના,
કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ
નીરખી નીરખીને મારું મનડું ધરાયના,
મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણીમાં રૂપ માનું માય ના,
તેજ માનું માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના,
ધીમે વગાડ ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
Comments
Post a Comment