Valam ni vansali vagi વાલમની વાંસળી વાગી, મારા વાલમની વાંસળી વાગી Garba lyrics in gujarati
વાલમની વાંસળી વાગી, મારા વાલમની વાંસળી વાગી..
જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વાલમની વાંસળી વાગી..
મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે મારી વાટ... હો..
નજરું ચુરાવી સૈયરની હું તો, આવી છું તારી હું પાસ... હો..
જમુનાજી જળ ભરવા
હૈયામાં જાગેલા મોહનનાં મોહને, કેમે કરી ના સચવાય... હો...
દેરાં મેલી ઘેલી દોડી વનવાટે, બાંવરી બની હું તારે કાજ... હો...
જમુનાજી જળ ભરવા
Comments
Post a Comment