Mahel pitambar ambar maru મેહેલ પીતાંબર, અંબર માહરૂં Garba lyrics in gujarati
મેહેલ પીતાંબર, અંબર માહરૂં,
સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ;
અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે,
કંથ પૂછે ત્યારે શુરે કહીએ.
સાવજ શબ્દ કરે અતિ સુંદર,
દીપક તેજ તો ક્ષીણ થાએ;
કંઠથી કુસુમનો હાર કરમાઈયો,
બાહેર રાગ પંચમ ગાયે.
તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ,
માહરે મંદિર દૂર જાવું;
લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર,
હું રે વળતી હવે નહીં રે આવું.
ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે,
મહીરે વલોવવું આજ માહારે;
કંઠથી બાહર કાઢિ કમલાપતિ,
કાલ આવે હવે કોણ તારે.
સુરત સંગ્રામની, શાંતિજ હુઈ,
રહીરે ઉજાગરી, શીશ નામી;
નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો,
વિરહની વેદના ત્યારે વામી.
Comments
Post a Comment