Range rame anande rame aj navdurga range rame રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે Garba lyric in gujarati

રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે
આદિત્યે આવિયા અલબેલી
 મંડપમાં મતવાલા રે ભમે
આજ નવદુર્ગા રંગે રમે

સોળ શણગાર માને અંગે સુહાવે 
હીરલા રતન માને અંગે સમે
આજ નવદુર્ગા રંગે રમે

મંગળવારે માજી છે ઉમંગમાં 
ચાચર આવીને ગરબે રમે
આજ નવદુર્ગા રંગે રમે

બુધવારે માજી બેઠા વિરાજે
 રાસ વિલાસ માએ ગાયો છે
આજ નવદુર્ગા રંગે રમે

ગુરુવારે મા ગરબે રમે છે 
ચંદન પુષ્પ તે માને ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શુક્રવારે માજી ભાવ ધરીને
 હેતે રમે તે માને ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શનિવારે મહાકાળી થયા છે 
ભક્ત ભોજન માને ગમતા જમે
આજ નવદુર્ગા રંગે રમે

વલ્લભ કહે માને ભાવે ભજો ને
 રાસ વિલાસ ગાયો સૌએ અમે
આજ નવદુર્ગા રંગે રમે
Range rame anande rame aj navdurga range rame રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે Garba lyric in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati