Morli veran thay મોરલી વેરણ થઈ Bhajan lyrics in gujarati
મોરલી વેરણ થઈ રે
કાનુડા તારી મોરલી વેરણ થઇ
બાવરી હુંતો બની ગઇ રે
કાનુડા તારી મોરલી વેરણ થઇ
વનરાવનની કુંજગલીમાં
ચાલી હું લઇને મહી
નંદનો લાલ મને સામો મળ્યો
એને જોતાં જ શરમાઇ ગઇ રે
કાનુડા તારી મોરલી..............
વાલા વગાડે મીઠી મીઠી મોરલી
સાંભળતાં શુધ્ધ ગઇ
એ રે ઠગારે કામણ કીધાં
હુંતો ઠગાઇ હવે ગઇ રે
કાનુડા તારી મોરલી..............
સાંવરી સુરત મોહની મુરત
ઉપર મોહિત થઇ
"દાસ સતાર"ના પ્રિતમની
હું તો દાસી બની ગઈ રે
કાનુડા તારી મોરલી..............

Comments
Post a Comment