Junu to thayu re Deval જૂનું તો થયું રે દેવળ Bhajan lyrics in gujarati
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
જૂનું તો થયું રે..........
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યુ.
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
જૂનું તો થયું રે..........
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
જૂનું તો થયું રે..........
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
જૂનું તો થયું રે..........

Comments
Post a Comment