Dayana Sagar tame Krupanidhan thay દયાના સાગર તમે કૃપાનિધાન થ‌ઈ Bhajan lyrics in gujarati

દયાના સાગર તમે, કૃપા રે નિધાન થઇ
ભલે ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા  કાન તમારા કેવા ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો
એને ધોબીની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને ઓળખતાં ન આવડ્યું
પાછા ઘટોઘટના જ્ઞાતા કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમારા પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના વચમા નીરાધાર નારી તોયે
દશ મંથાવાળો ક્યા છે ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લ્યો છો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

Dayana Sagar tame Krupanidhan thay દયાના સાગર તમે કૃપાનિધાન થ‌ઈ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati