Mari Mena re bole gadhne kangre મારી મેના રે બોલે ગઢને કાંગરે Bhajan lyrics in gujarati

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે જીરે
કાયાના કુડા રે ભરોસા, દેહુના ખાટા રે ભરોસા
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે જીરે


એવી છીપું રે સમદરીયામાં નિપજે જીરે
મોતિડાં છે રે છીપલાની માંહ્ય
મારી મેના રે બોલે ....

એવો મૃગલો ચરે છે, વનમા એકલો જીરે
કસ્તુરી છે રે મૃગલાની માંહ્ય
મારી મેના રે બોલે ....

એવી માટી રે મંગાવું સારા શહેરની જીરે
હિરલા છે રે ધરતીની માંહ્ય
મારી મેના રે બોલે .. ..

મેના ને "મેકરણ" બેઊ એક છે જીરે
એને તમે જુદા રે ન જાણો
મારી મેના રે બોલે ....

Mari Mena re bole gadhne kangre મારી મેના રે બોલે ગઢને કાંગરે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati