Kar man bandagi aa pal jave re કર મન બંદગી આ પલ જાવે રે Bhajan lyrics in gujarati
કર મન બંદગી આ પલ જાવે રે
કર મન બંદગી ગઇ પલ ફિર ના આવે રે
કર મન બંદગી......
કર મન દયાના ધરી લે તુ ધ્યાના
મૃગ જલ દેખી કયું ભરમાયે રે
કર મન બંદગી......
આખર મરના ધોખા ન ધરના
મુખે તને રામ નામ ન આવે રે
કર મન બંદગી......
શિરે તારો ફરે વેરી કાળે તને લીધા ઘેરી
સુતાં તને નિંદ્રા કેમ આવે રે
કર મન બંદગી......
"લાલ" કહે ગુરૂ કી કૃપાસે
તેરો જન્મ મરણ મીટ જાવે રે
કર મન બંદગી......

Comments
Post a Comment