Deva to pade chhe ante saune nade chhe દેવા તો પડે છે અંતે સૌને નડે છે Bhajan lyrics in gujarati
દેવા તો પડે છે અંતે સહુને નડે છે
કરેલા કરમના બદલા દેવા રે પડે છે
જીવડો લીધો જયારે શ્રવણ કુમારનો,
ત્યારે અંધોને અંધી એની નજરે ચડે છે
દેણું રે દીધેલ દશરથ જાણે,
પુત્રના વિયોગે એનું ખોળિયું પડે છે રે
કરેલા કરમના ....
અવધપુરીના રાજા રામે વાલી માર્યો,
એના ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે
જોર છે જગતનું તોયે કાંઇ ના ચાલ્યું એનું,
પ્રાચીના પાદર એતો રૂણલા ભરે છે
કરે લા કરમના ....
વામન રૂપ ધરીને બલિ રાજા છેતર્યો ત્યારે,
વગર વિચારે વાલો પગલા ભરે છે
ભૂમિને બદલે ભૂધર પધાર્યા,
ત્યારે પરોડી બનીને એના પહેરા ભરે છે રે
કરેલા કરમના .. ..
લાજરે લુંટાતી જયારે ભીમની ગદાને ભાળી,
જાંધ રે જોખમાણી એના પુરાવો મળે છે
કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા,
હિમાળાના ખોળે એના હાડકયાં ગળે છે રે
કરે લા કરમના .. ..
અમૃત કે રી વહેચણી કીધી ત્યારે,
સૂર્યને ચંદ્ર એની ચાડીયું કરે છે
આપે કરેલા હજીએ આડા આવે એને,
રાહુને જોઇને મોઢા કાળા પડે છે
કરે લા કરમના .. ..

Comments
Post a Comment